અનિલ અંબાણીની કંપની રિલાયન્સ નેવલનો શેર અઢી મહીનામાં 950% વધ્યો

મુંબઈઃ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગનો શેર અઢી મહીનામાં 950% ચઢ્યો છે. 9 સપ્ટેમ્બર બાદ શેરમાં સતત તેજી જોવા મળી રહી છે. તે દિવસે બીએસઈ પર શેર 73 પૈસા પર બંધ થયો હતો, હાલની પ્રાઈસ 7.67 રૂપિયા છે. રિલાયન્સ નેવલના શેરમાં આ તેજીનો સૌથી લાંબો ગાળો છે. 2009માં શેરનું લિસ્ટિંગ થયું હતું. એનાલિસ્ટોના જણાવ્યા મુજબ શેરમાં ઝડપથી અટકાળબાજી થઈ શકે છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરી ફર્મ કેઆરઆઈએસના ડાયરેક્ટર અરુણ કેજરીવાલનું કહેવું છે કે કેટલાક લોકો દ્વારા પોતાના હિતો માટે અટકળબાજી કરવી તે શેરમાં તેજીનું કારણ હોઈ શકે છે. … Continue reading અનિલ અંબાણીની કંપની રિલાયન્સ નેવલનો શેર અઢી મહીનામાં 950% વધ્યો